Suresh Dalal
“મારે હાથે હું જ ચઢાવું
તુલસી...
પૂજા હોય ઊછીની નહીં.
હું જ આરતી ગાઉં
ને સાંભળનારો વિષ્ણુ. * વિષ્ણુને પામવા હોય તો
થવું માત્ર વિષ્ણુપ્રિયા
આટલું જ સત્ય અને એ જ
સત્યનારાયણની”
― Tulsi
તુલસી...
પૂજા હોય ઊછીની નહીં.
હું જ આરતી ગાઉં
ને સાંભળનારો વિષ્ણુ. * વિષ્ણુને પામવા હોય તો
થવું માત્ર વિષ્ણુપ્રિયા
આટલું જ સત્ય અને એ જ
સત્યનારાયણની”
― Tulsi
“કાંઠા પરનાં વૃક્ષો
જળમાં ઊગ્યાં છે કે વાદળમાં
એની વિમાસણ થયા કરે એમ
આકાશ અને સરોવર એક થઈ ગયાં છે! સરોવરમાં કિરમજી રંગ
ભૂખરી છાયાની સોડમાં
સૂતો છે!
ક્યાંક બરફ પીગળે છે
બળતી મીણબત્તીની જેમ!
હવા એટલી ઠંડી છે
કે શિશુ જેવા શબ્દોને
કાનટોપી વિના બહાર પણ કેમ મોકલાય? મોસમ અને મન બદલાયા કરે છે.
ક્યારેક વનમાં નર્યો લીલો રંગ હોય છે!
આટલી બધી લીલાશ જીરવાશે ખરી?
આટલાં બધાં ફૂલોને હળવેથી ઉઘાડીને
ઈશ્વર કયો પ્રદેશ ચીંધે છે
આપણી તરફ ડાળીઓ એકમેકમાં ગૂંથાઈ છે
ગૂંચવાઈ નથી.”
― Satatya
જળમાં ઊગ્યાં છે કે વાદળમાં
એની વિમાસણ થયા કરે એમ
આકાશ અને સરોવર એક થઈ ગયાં છે! સરોવરમાં કિરમજી રંગ
ભૂખરી છાયાની સોડમાં
સૂતો છે!
ક્યાંક બરફ પીગળે છે
બળતી મીણબત્તીની જેમ!
હવા એટલી ઠંડી છે
કે શિશુ જેવા શબ્દોને
કાનટોપી વિના બહાર પણ કેમ મોકલાય? મોસમ અને મન બદલાયા કરે છે.
ક્યારેક વનમાં નર્યો લીલો રંગ હોય છે!
આટલી બધી લીલાશ જીરવાશે ખરી?
આટલાં બધાં ફૂલોને હળવેથી ઉઘાડીને
ઈશ્વર કયો પ્રદેશ ચીંધે છે
આપણી તરફ ડાળીઓ એકમેકમાં ગૂંથાઈ છે
ગૂંચવાઈ નથી.”
― Satatya
“આપણે જેને સ્વભાવ કહીએ છીએ એ સ્વભાવની પાછળ આપણા વિચારોની, આપણા આચારોની ગતિવિધિ હોય છે. તમે કોઈને કાંટા આપો તો ફૂલની અપેક્ષા ન રાખી શકાય. તમને જે કંઈ મળે છે, એ તમારા અવાજના પડઘારૂપે છે. જીવનના ઘુમ્મટમાં બેસીને તમે કિકિયારીઓ પાડો ને કોયલ અને બુલબુલના સંગીતની અપેક્ષા રાખો, એ વધારે પડતું છે. માણસે પોતાના આત્માને, એ જાણે કોઈ વાદ્ય હોય એમ સજ્જ કરવો જોઈએ.”
― Zalak-01 Zalak
― Zalak-01 Zalak
Is this you? Let us know. If not, help out and invite Suresh to Goodreads.